આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે ૮ માર્ચે ઉજવવામાં આવે છે.આ દિવસ મહિલાઓ માટે ખાસ દિવસ છે, જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. મહિલાઓની સિદ્ધિઓને માન આપવા માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. ત્યારે આજ રોજ શ્રી રાજપૂત કરણી સેનાની મોરબી જિલ્લાની મહિલા પાંખ દ્વારા આજ રોજ એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું.
શ્રી રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા મહિલા પાંખ પ્રમુખ ગાયત્રીબા જાડેજા તેમજ શહેર પ્રમુખ ઇલાબા ઝાલા તેમજ ભુમિબા ઝાલા, અરૂણાબા ઝાલા, કૈલાસબા જાડેજા, જાડેજા કૈલાસબા આઈ, ધરમિસટાબા જાડેજા, દકસાબા ઝાલા,જનકબા જાડેજા, શોનલબા જાડેજા,હંસાબા ઝાલા, ગાયત્રીબા જાડેજા, તારાબા જાડેજા, જયોતિબા જાડેજા અને મોરબી જિલ્લાની મહિલા પાંખની સંપૂર્ણ ટીમ દ્વારા આજ રોજ વૃદ્ધાશ્રમ મુકામે જઈને પોતાના હાથે ભોજન પીરસીને વૃદ્ધ આશ્રમમાં નિવાસ કરતા લોકો સાથે આજ મહિલા દિવસની ઉજવણી કરીને સર્વે વૃદ્ધ માતા પિતાના આશીર્વાદ લઈને નારી શક્તિની ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂર પાડ્યું હતું.