મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના આયોજનમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી.
ભાજપ મહિલા મોરચા આયોજિત આ કાર્યક્રમમાં અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી જીલ્લામાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ હોદેદારોએ ઉપસ્થિતિ નોંધાવી અને મહિલાઓના સશક્તિકરણ માટે તેમના યોગદાનની સરાહના કરી હતી.
આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જેન્તીભાઈ રાજકોટિયા, મહામંત્રી કે.એસ. અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઈ મિયાત્રા, મોરબી-માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી તથા જીલ્લા મોરચા-મંડળ-સેલના પ્રમુખ તેમજ ટીમ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.