મોરબી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સામાકાંઠા વિસ્તારમાં ચામુંડાનગરથી માળીયા વાનાળીયા જવાના રસ્તે પ્લાસ્ટિકના બાચકામાં દેશી દારૂ લઈને વેચવા બેઠેલ આરોપી મહેશભાઈ કરશનભાઇ ચાવડા ઉવ.૪૨ રહે.મોરબી-૨ માળીયા વાનાળીયા વાળાને રંગેહાથ પકડી લેવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે આરોપીને દેશી દારૂના જથ્થા વિશે સઘન પૂછપરછ કરતા આ દેશી દારૂ મહિલા બુટલેગર આરોપી સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટીયા રહે.મોરબી-૨ માળીયા વાનાળીયા સોસાયટી વાળીનો હોય જે અહીં વેચાણ કરવા મોકલ્યો હોવાની પકડાયેલ આરોપી દ્વારા કબુલાત આપતા પોલીસે મહિલા આરોપીને ફરાર દર્શાવી કુલ ૨૨૫ લીટર દેશી દારૂ કિ.રૂ.૪૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.