Monday, March 10, 2025
HomeGujaratમોરબી જીલ્લામાં ૧૦ દિવસીય લેન ડ્રાઇવિંગ ડ્રાઇવ શરૂ: નેશનલ હાઇવે પર ટ્રાફિક...

મોરબી જીલ્લામાં ૧૦ દિવસીય લેન ડ્રાઇવિંગ ડ્રાઇવ શરૂ: નેશનલ હાઇવે પર ટ્રાફિક નિયમોનો ચુસ્ત અમલ

રોડ અકસ્માતોને અટકાવવા માટે મોરબી પોલીસનો મહત્વપૂર્ણ પ્રયાસ.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં ૭ માર્ચથી ૧૬ માર્ચ સુધી લેન ડ્રાઇવિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. નેશનલ હાઇવે પર ભારે વાહનો ડાબી સાઇડ ચાલે તે સુનિશ્ચિત કરવા, ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા અને અકસ્માતો રોકવા માટે અલગ-અલગ સ્થળોએ મોરબી ટ્રાફિક પોલીસની વિશેષ ટીમ કામે લાગી છે.

મોરબી જીલ્લામાં નેશનલ હાઇવે રોડ ઉપર ટ્રાફિક નિયમોનુ ચુસ્ત પણે પાલન થાય અને જીલ્લામાં રોડ અકસ્માતના બનાવો અટકે તે માટે હાઇવે રોડ ઉપર ભારે વાહનો રોડની ડાબી બાજુ ચલાવવા અંગે તેમજ જરૂરી માર્ગદર્શન આપવા માટે મોરબી જીલ્લામાં તા.૦૭ માર્ચ ૨૦૨૫ થી તા.૧૬ માર્ચ ૨૦૨૫ દિન-૧૦ ની લેન ડ્રાઇવીંગની ડ્રાઇવ રાખવામાં આવેલ છે. જેમાં નેશનલ હાઇવે ઉપર ટ્રાફિમ નિયમોનુ પાલન કરાવવા માટે ભારે વાહનો રોડની ડાબી સાઇડ ચાલે તે માટે નેશનલ હાઇવે ઉપર અલગ અલગ જગ્યાએ રોડ ઉપર પોલીસની અલગ અલગ ટીમો બનાવી રોડ ઉપર ચાલતા ભારે વાહનનો લેન ડ્રાઇવીંગનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને રોકી લેન ડ્રાઇવીંગ કરવા બાબતેની વાહન ચાલકોને સમજ આપવામાં આવે છે. તેમજ ઓછી ગતીએ ચાલતા વાહનોને પણ રોડની ડાબી સાઇડ વાહન ચલાવવા માટેની સમજ આપવામાં આવે છે.

આ ઉપરાંત મોરબી જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા લેન ડ્રાઇવીંગ બાબતે ભારે વાહન ચાલકોને સુચના આપવા તેમજ લેન ડ્રાઇવીંગ બાબતે ઓટો રીક્ષામાં લાઉડસ્પીકર દ્રારા ગુજરાતી તથા હિન્દી ભાષામાં મોટા અવાજે સુચનાઓ આપવામાં આવે છે. રોડ ઉપર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેની પુરી તકેદારી રાખવામાં આવે છે. અને રોડ ઉપર ભારે વાહનોના ચાલકોને લેન ડ્રાઇવીંગ માટેનું ચુસ્ત પાલન કરાવવામાં આવે છે. જેથી રોડ ઉપર લેન ડ્રાઇવીંગનો અમલ કરવામાં આવે તો રોડ ઉપર બનતા ગંભીર અકસ્માતો રોકી શકાય. વધુમાં મોરબી પોલીસ દ્વારા પ્રજા જોગ સંદેશ આપી જણાવવામાં આવ્યું છે કે તમામ ટ્રાન્સપોર્ટના માલીકોને પોતાના ભારે વાહનોના ચાલકોને લેન ડ્રાઇવીંગ કરવા બાબતે સમજ કરવા તમામને મોરબી પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!