મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા પીપળી ગામ નજીક શિવપાર્ક-૨ સોસાયટીના રહેણાંકમાં પૂર્વ બાતમીને આધારે રેઇડ કરવામાં આવી હતી, જ્યાં રહેણાંકમાંથી ૫૭ બોટલ વિદેશી દારૂ સાથે મકાન માલીકની ધરપકડ કરવામાં આવી છે.
અલતી માહિતી અનુસાર, મોરબી એલસીબી પોલીસ ટીમને બાતમી મળેલ કે મોરબી-જેતપર રોડ ઉપર પીપળી ગામ નજીક આવેલ શિવપાર્ક-૨ સોસાયટીમાં રહેતો દર્શનભાઈ પોતાના રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જેથી બાતમીને આધારે ઉપરોક્ત સોસાયટીના રહેણાંક મકાનમાં રેઇડ કરતા મકાનમાંથી મેકડોવેલ્સ કંપનીની ૫૭ નંગ બોટલ મળી આવી હતી, જેથી આરોપી દર્શનભાઈ કનુભાઈ વરાળીયા ઉવ.૨૯ની અટક કરવામાં આવી હતી. એલસીબીના દરોડા દરમિયાન પકડાયેલ આરોપી વિદેશી દારૂનો જથ્થો બોટાદ થી આરોપી જયરાજભાઈ ખાચર પાસેથી લઈ આવ્યો હોવાનું જણાવતા, પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી વોન્ટેડ આરોપીને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.