મોરબી શહેરના રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટની રૂમમાં નેપાળી યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે, ત્યારે પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસને લીધે યુવકે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, મૂળ સાન્ની ત્રીવેણી ગામ જી.કાલીકોટ નેપાળના વતની અને હાલ મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર નક્ષત્ર હિલ્સ શક્તિ ટાઉનશીપ-૨ એપાર્ટમેન્ટની રૂમમાં રહી સાફ સફાઈ કરતા સુર ઉર્ફે સુરેશ લાલબહાદુર પરીહાર ઉવ.૩૦ નામના યુવકની આર્થીક પરીસ્થીતી ખરાબ હોય અને થોડા સમયથી ગુમ સુમ રહેતો હોય, જેથી આર્થીક સંકળામણથી કંટાળી પોતે પોતાની જાતે ઉપરોક્ત એપાર્ટમેન્ટની રૂમમાં ગળેફાસો ખાઇ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે પોલીસ તપાસમાં મૃતકના કુટુંબી સુરેન્દ્ર ભીમે પરીહાર દ્વારા આપેલ પ્રાથમિક વિગતોને આધારે, એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.