Wednesday, March 12, 2025
HomeGujaratમોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો

મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો

મોરબી: મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ નું આયોજન સામાકાંઠે ઉમા ટાઉનશીપ સામે સાઈબાગ ખાતે કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

સાત યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. સમૂહ લગ્નમાં દીકરીઓને કરિયાવરમાં સોના ચાંદીના દાગીનાથી લઈ જીવન જરૂરિયાતની ૧૦૧ જેટલી ચીજવસ્તુઓ ભેટ અપાઈ ઉપરાંત દાતાઓ તરફથી મનમુકીને દાનની સરવાણી વહાવી હતી આ સમૂહ લગ્નમાં ગોસ્વામી સમાજના સંતો મહંતો, મોરબી રાજકોટ ભગવા ગ્રુપના આગેવાનો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

યુવક મંડળ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને મોરબી ગોસ્વામી સમાજના પત્રકાર અલ્પેશભાઈ ગોસ્વામી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ ઉપસ્થિત સંતો શ્રી મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજીત છઠ્ઠા સમુહ લગ્નોત્સવ મહંતો, મહાનુભાવોએ યુવક મંડળના સમૂહ લગ્નના સફળ આયોજનને બિરદાવી અભિનંદન પાઠવી યુવક મંડળની ટીમનું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે રામધન આશ્રમ મોરબી મહંત શ્રી ભાવેશ્વરીબેન

જણાવ્યું કે આપના પરિવારમાં આપ બધા સંપીને રહો ભગવાન ભોળાનાથ ના ઘરમાં આખું કુટુંબ પુજાણું

સ્વભાવ જુદા – જુદા પણ બંધાય પુંજાય છે

કાચબો. સિંહ.નાગ. પણ કદાચ તમારા ઘરની અંદર વાલી દિકરીઓ- ભર્તાવો કઈ કદાચ કોઈ મનમેળ ના હોય તો બાપ મનમેળ કરી લેજો. તમારું ઘર ચોક્કસ મંદિર બનશે

બંધાયે લેટ ગો કરવાની ભાવના રાખવાની

સાસુ પણું છોડે અને વહું. વહું પણું છોડે..

આ સમૂહ લગ્નને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ પ્રમુખ તેજશગીરી મગનગીરી, પુર્વ પ્રમુખ અમિતગીરી ગોસ્વામી સહિત સભ્યની ટીમે જહેમત ઉઠાવી હતી.

મહિલા મંડળએ પ્રમુખ રશ્મિબેન ગોસ્વામી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા મંડળ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ ના જમણવારના દાતા સિરામિક ઉદ્યોગપતિ શ્રી યજ્ઞેશભાઇ પટેલ એ સહયોગ આપ્યો હતો

મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મુકેશગીરી હીરાગીરી ટંકારા, ભરતગીરી ચંદુગીરી, સોમગીરી પ્રભાતગીરી, ડો મનિષગીરી કાન્તિગીરી, હસુબાપુ ભગવા રંગ ભોલેકા ગ્રુપ રાજકોટ, હસમુખગીરી ભગવા ગ્રુપ મોરબી ચેતનગીરી સુરેશગીરી ( વાંકાનેર ) સહિત મહાનુભાવો સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!