વાંકાનેરમાં શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતીમાં વિવિધ હોદ્દાઓ પર નિમણુંક કરવામાં આવી છે. અને તમામ ચારેય કાર્યકરોને આજરોજ નિમણુંક પત્ર આપવામાં આવ્યા છે.
વાંકાનેર શહેર મહિલા કોંગ્રેસ સમિતી અને વાંકાનેર તાલુકા મહિલા કોંગ્રેસ સમિતીના હોદ્દેદારોને નિમણુંકપત્રો આપવામાં આવ્યા છે. જેમાં વાંકાનેર શહેર મહિલા કોંગ્રેસ સમિતીમાં પ્રમુખ તરીકે વાંકાનેર નગરપાલિકાના સદસ્ય જાગૃતિબેન ચેતનભાઈ ચૌહાણની વરણી કરી છે. તેમજ વાંકાનેર નગરપાલિકાના સદસ્ય એકતાબેન હસમુખભાઈ ઝાલાને ઉપપ્રમુખ તથા વાંકાનેર નગરપાલિકાના સદસ્ય કુલસમબેન રજાકભાઈ તરીયાની મહામંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. જયારે વાંકાનેર તાલુકા મહિલા કોંગ્રેસ સમિતીના પ્રમુખ તરીકે સામાજિક ન્યાય સમિતી, ધરમનગર ગ્રામપંચાયતના પુર્વ ચેરમેન ગીતાબેન મોહનભાઇ પરમારને નિમણુંકપત્ર આપવામાં આવ્યો છે.