વાંકાનેર તાલુકા પોલીસ મથકની સર્વેલન્સ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે તાલુકાના વીડી જાંબુડીયા ગામ નજીક રોડ ઉપરથી ક્વિડ કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧૬૮ બોટલ સાથે આરોપી કાર-ચાલકને પકડી લેવામાં આવ્યો છે, જ્યારે માલ મંગાવનાર આરોપીનું નામ ખુલતા તેને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા પ્રોહીબીશન કેસ શોધવા સૂચના કરી હોય તેમજ આગામી સમયમાં હોળી ધુળેટીનો તહેવાર આવતો હોય જે અન્વયે દારૂના ધંધાર્થીઓ દ્વારા વિદેશી દારૂની રેલમછેલ કરવા દારૂના જથ્થાની હેરફેર થવાની શકયતાઓ રહેલ હોય જે અનુસંધાને પ્રોહીબીશનની ડ્રાઈવ પણ હાલ ચાલુ રાખાવી હોય, તે દરમ્યાન વાંકાનેર તાલુકા પોલીસ મથકના હેડ.કોન્સ કિર્તિસિંહ બહાદુરસિંહ જાડેજા તથા પો.કોન્સ અજયસિંહ ઝાલાને મળેલ સંયુકત બાતમીના આધારે વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામના બોર્ડ પાસે રોડ પર સર્વેલન્સ ટીમ વોચમાં હોય ત્યારે મળેલ હકીકત વાળી કવિડ કાર રજી.નં. જીજે-૦૧-કેયુ-૯૦૮૦ ત્યાંથી પસાર થતા તેને રોકી તેની તલાસી લેવામાં આવી હતી, ત્યારે કારમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૬૮ બોટલ કિ.રૂ.૧,૦૧,૫૫૬/- મળી આવી હતી, આ સાથે પોલીસે કાર ચાલક આરોપી રામદેવસિંહ ગજુભા ઝાલા ઉવ.૩૬ રહે.રાયસંગપર તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળાની અટક કરી હતી, આ ઉપરાંત પોલીસે વિદેશી દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ કાર અને વિદેશી દારૂ સહિત કુલ કિ.રૂ. ૪,૦૧,૫૫૬/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં તેણે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર આરોપી વિશાલ ગોરધનભાઈ કોળી રહે.વરડુસર તા.વાંકાનેર વાળાના નામની કબુલાત આપી હતી, જે આરોપી હાલ હાજર મળી આવેલ ન હોય જેથી તેને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરૂધ્ધ પ્રોહી.એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.