ટંકારાના એડવોકેટ અમિત જાનીની કેન્દ્ર સરકાર દ્વારા નોટરી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અમિત જાની ટંકારા ખાતે વકીલાત પ્રેક્ટિસ દ્વારા ક્રિમીનલ કેસોના ખ્યાતનામ વકીલ તરીકે ઓળખ મેળવી છે. તેમની નોટરી તરીકે નિયુક્તિ થતાં મિત્ર વર્તુળ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
ટંકારાના એડવોકેટ અમિત જાનીની કેન્દ્ર સરકાર દ્વારા નોટરી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. દયાનંદ સરસ્વતીની જન્મ ભુમી ટંકારા ખાતે સરકારી હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા પ્રવિણચંદ્ર જાનીના પુત્ર અમિત જાની ટંકારા અભ્યાસ કાળ દરમિયાન નાનપણથી પિડીતો, સોશિત અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે ન્યાયના સિદ્ધાંતોનો પાઠ પરીવાર પાસે શીખ્યો હતો. તેથી વકિલાત ક્ષેત્રે આગળ વધવાના નિર્ણયને નિર્ણય કરી એડવોકેટ તરીકે ઉતિર્ણ થયા બાદ યુવા અવસ્થામાં 11 વર્ષ મુન્દ્રા કચ્છ ખાતે એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી હતી. ત્યાર બાદ ટંકારા સિવીલ કોર્ટ કાર્યરત થતા કર્મભૂમિ ખાતે વકિલાત પ્રેકટીસ થકી ક્રિમિનલ કેસોના ખ્યાતનામ વકીલ તરીકે આગવી ઓળખ મેળવી છે. અમિત જાની ટંકારા બાર એસોસિયેશનના સેક્રેટરી તરીકે ધણા વર્ષો સુધી સેવા આપી હતી. જે ઉપરાંત જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે ટંકારા ગામ પંચાયત, જબલપુર ગામ પંચાયતના પેનલ એડવોકેટ પણ રહેલ છે હાલ નોટરી તરીકે નિયુક્તિ થતા બહોળું મિત્ર વર્તુળ તેમને મોબાઇલ નં. 9428968054 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.