માળીયા મિયાણા ના ખીરઈ ગામે રેડ કરવા ગયેલ પોલીસ પર બુટલેગર અને તેના પરિવારે હુમલો કરવા મામલે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આરોપીના ઘર અને મિલકત પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
મોરબી જીલ્લાના માળિયા મિંયાણા તાલુકાના ખીરઈ ગામે ગત તારીખ 5 માર્ચ ના રોજ દારૂની રેડ કરવા ગયેલ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો જેમાં બુટલેગર દ્વારા પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આજે પોલીસ ટીમો દ્વારા માળિયા મીયાણા ના ખીરઈ ગામે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને એસપી રાહુલ ત્રિપાઠીની સૂચનાથી બુટલેગરનું ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવી હતી જેમાં એક ડીવાયએસપી,પાંચ પીઆઈ,ચાર પીએસઆઈ સહિત 70 થી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે મામલતદારની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી.
આ મામલે સાત મહિલાઓ સહિત દેશ વિરુદ્ધ હત્યાની કોશીષ અને રાયોટિંગ નો ગુનો નોંધાયો છે ત્યારે આ બનાવ બાદ પોલીસની ટીમો દ્વારા સર્ચ કરવામાં આવતા નામચીન બુટલેગર ઈકબાલ ઉર્ફે ઈકો હાજી મોવર નામના બૂટલેગરના ઘરમાં તપાસ દરમિયાન લાકડી,ધારિયા જેવા હથિયાર અને દેશી દારૂ મળ્યો હતો જેની ગંભીર નોંધ મોરબી પોલીસ દ્વારા લેવામાં આવી હતી અને મોરબી જીલ્લામાં પ્રથમ વખત ગુનેગાર વિરુદ્ધ બુલડોઝર કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાય તેવા આદેશો કરવામાં આવ્યા હતા અને બુટલેગરના ઘર અને ગેરકાયદેસર બાંધકામો ને ડિમોલેશન કરવામાં આવ્યા છે.આ તકે મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા આ ઘટના સ્થળની રૂબરૂ મુલાકાત પણ લેવામાં આવી હતી અને ડિમોલેશન કામગીરીનું નિરીક્ષણ કરવા આવેલ મોરબી એસપી રાહુલ ત્રિપાઠીએ મહત્વનું નિવેદન આપી જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં ગુનેગારોની ગેરકાયદેસર મિલકત શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરી તોડી પાડવા આદેશ અપાયો છે અને આવા ગેરકાયદેસર બાંધકામો કે અન્ય ગુનાહિત પ્રવૃતિઓ ચાલતી હોય તો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરે પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવશે.