વાંકાનેર પોલીસે દેશી દારૂ, કાર, ૪ મોબાઇલ સહિત ૩.૧૧ લાખનો મુદ્દામાલ ઝડપી કુલ ૪ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો.
વાંકાનેર સીટી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વઘાસીયા ટોલનાકા પાસેથી ૪૦૦ લીટર દેશીદારૂ ભરેલ મહિન્દ્રા ટીયુવી-૩૦૦ ગાડી સાથે બે ઇસમોને દબોચી લેવામાં આવ્યા હતા, જ્યારે મોરબી શનાળા ગામના એક ઈસમ સહિત અન્ય બે ઇસમના નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરી પોલીસે કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી દેશી દારૂ તેમજ દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ ગાડી તથા મોબાઇલ સહિત ૩.૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વાંકાનેર પોલીસ મથકના પીઆઇ એચ.એ.જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ટીમ વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના હેડ.કોન્સ વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ હિતેન્દ્રસિંહ ઝાલાને મળેલ ખાનગીરાહે હકીકત આધારે વઘાસીયા ટોલનાકા પાસેથી પસાર થઈ રહેલ મહિન્દ્રા કંપનીની TUV-૩૦૦ ગાડી રજી.નંબર- જીજે-જેસી-૬૭૫૧ ને રોકી તેની તલાસી લેતા તેમાંથી દેશીદારૂ લીટર-૪૦૦/- કી.રૂ. ૮૦,૦૦૦/- મળી આવતા આરોપી દશરથભાઈ રમેશભાઇ કણઝરીયા ઉવ.૨૩ રહે.સમાત્પર તા-સાયલા જી-સુરેન્દ્રનગર તથા આરોપી શામજી ઉર્ફે વિજય સુખાભાઇ સારલા ઉવ.૨૪ રહે.નળખંભા તા-થાનગઢ જી.સુરેન્દ્રનગર વાળાની સ્થળ ઉપરથી અટક કરી હતી, પકડાયેલ બંને આરોપીની સઘન પૂછતાછમાં અન્ય બે આરોપી સની રહે-શનાળા મોરબી તથા આરોપી મેરામણ ઉર્ફે રાહુલ કણઝરીયા રહે-સામત્પર ગામ તા-સાયલા જી-સુરેન્દ્રનગરવાળાના નામની કબુલાત આપતા તે બંને આરોપીઓને ફરાર જાહેર કરી કાર, દેશી દારૂ તથા ચાર નંગ મોબાઇલ સહિત ૩.૧૧લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ચારેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.