મોરબીના લીલાપર રોડ ઉપર ઓમકાર રેસિડેન્સીમાં રહેતા સંજયભાઈ આપાભાઈ ગરચર નામના યુવકે માનસિક તણાવને લઈને લાગી આવતા ઓમકાર રેસિડેન્સીના ફ્લેટ ઉપરથી નીચે પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, મૃત્યુના બનાવ અંગે પોલીસ તપાસમાં મૃતકના ભાઈ વિજયભાઈ ગરચર દ્વારા આપેલ વિગતો મુજબ મરણ જનાર સંજયભાઈ છેલ્લા બે-અઢી મહીનાથી જેલમાં હોઇ અને ગઇકાલ સાજે જેલમાંથી છુટીને ઘરે આવતા ટેન્સનમાં હોઇ જેના કારણે મનમાં લાગી આવતા, રાત્રીના ઓમકાર રેસીડેન્સીના ફ્લેટ ઉપરથી નીચે પડી જતા શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, હાલ એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.