ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સરૈયા ગામે લક હોટલ બાજુમાં શંકાસ્પદ હાલતમાં થેલો લઈને ઉભેલ શખ્સને રોકી તેની પાસેના થેલામાં ચેકીંગ હાથ ધરતા, થેલામાંથી વિદેશી દારૂ મેકડોવેલ્સ વહીસ્કીના ૧૮૦મીલી.ની ૧૧ બોટલ કિ.રૂ.૧,૫૬૨/- મળી આવી હતી, જેથી આરોપી પ્રિન્સભાઈ મગનભાઈ ભાગીયા ઉવ.૨૧ રહે. ટંકારા તાલુકાના સાવડી ગામવાળાની ધરપકડ કરવામાં આવી છે, ટંકારા પોલીસે વિદેશી દારૂ અંગે પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછતાછ કરતા વિદેશી દારૂનો જથ્થો ગીરીશ સંઘાણી રહે.હરબટીયાળી વાળા પાસેથી મેળવ્યો હોવાનું જણાવતા જે આરોપીને વોન્ટેડ જાહેર કરી બન્ને આરોપીઓ બિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.