ટંકારા તાલુકાના જીવાપર ગામે કુવાવાળી વાડીમાં પોલીસે રેઇડ કરતા ત્યાં વાડીમાંથી વિદેશી દારૂની નાની-મોટી ૮૩ નંગ બોટલ તેમજ બિયરના ૯૩ ટીન મળી આવ્યા હતા, આ સાથે બુટલેગરની અટક કરવામાં આવી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે સરૈયા ગામે વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ આરોપી દ્વારા હાલ પકડાયેલ બુટલેગરનું સપ્લાયર તરીકે નામ આપ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસ ટીમે બાતમીને આધારે તાલુકાના જીવાપર ગામે સ્લોગન કારખાનાની બાજુના રસ્તે કુવાવાળી નામે આવેલ વાડીમાં દરોડો પાડતા, જ્યાં સ્થળ ઉપરથી વિદેશી દારૂની ૭૫૦મીલી. અને ૧૮૦મીલી. ની ૮૩ નંગ બોટલ તેમજ કિંગફિશર બિયરના ૯૩ ટીન સાથે આરોપી ગિરીશભાઇ નરશીભાઇ સંઘાણી ઉવ.-૪૫ રહે.હરબટીયાળી ગામ તા-ટંકારાવાળાને પકડી લેવામાં આવ્યો હતો, આ સાથે પોલીસે વિદેશી દારૂ/બિયર કિ.રૂ.૪૪,૬૦૦/-તથા એક મોબાઇલ સહિત કુલ કિ.રૂ.૪૯,૬૬૦/-નો મુદ્દામાલ કબ્જે લઈને પકડાયેલ બુટલેગર આરોપી વિરુદ્ધ વધુ એક પ્રોહી.ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.