આજે ધુળેટીના પર્વને લઈને ઠેર ઠેર રંગબેરંગી માહોલ છવાયો છે અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ધુળેટી ઉજવણીનું આયોજન કરવામા આવ્યું હતું અને પત્રકાર એસોસિયેશન મોરબી દ્વારા જિલ્લા પોલીસ પરિવાર સાથે ઉજવણી કરવામાં આવી હતી
મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી તેમજ મોરબી એલસીબી તેમજ વિવિધ પોલીસ મથકોના પીઆઈ પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી સાથે જ મ્યુઝિક ઓર્કેસ્ટ્રા અને લાઇવ કોમેડીના કાર્યક્રમો નો આનંદ ઉઠાવ્યો હતો.
મોરબી એસપી બંગલો ખાતે આયોજિત આ ઉજવણીમાં પત્રકાર એસોસિયેશનના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી,પૂર્વ પ્રમુખ અતુલભાઈ જોશી,રુષીભાઈ મહેતા,ભાસ્કર ભાઈ જૉષી,રાકેશભાઈ પંડયા,અલ્પેશભાઈ ગોસ્વામી,સંદિપભાઈ વ્યાસ,હર્ષભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા અને મન મૂકીને ધૂળેટીની ઉજવણી કરી હતી.