Saturday, March 15, 2025
HomeGujaratમાળીયા(મી):ઓનેસ્ટ ચેક પોસ્ટ નજીક રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક પકડાયો.

માળીયા(મી):ઓનેસ્ટ ચેક પોસ્ટ નજીક રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક પકડાયો.

મોરબી-માળીયા(મી) હાઇવે ઉપર સીએનજી રીક્ષામાં વિદેશી દારૂની ૧૨ બોટલ લઈ નીકળેલ રીક્ષાના ચાલકની અટક કરવામાં આવી છે. આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઓનેસ્ટ પોલીસ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ કામગીરી કરતા હતા, ત્યારે કચ્છ હાઇવે તરફથી આવતી સીએનજી રીક્ષા રજી.નં.જીજે-૩૬-ડબલ્યુ-૮૯૮૭ને રોકી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની એક પેટી મળી આવી હતી, જેમાં દારૂની ૧૨ બોટલ કિ.રૂ.૮,૨૩૨/- હોય જેથી તુરંત રીક્ષા ચાલક આરોપી રોહિતભાઈ ગૌતમભાઈ વાણીયા ઉવ.૨૧ રહે.પીપળી ગામ તા.મોરબી વાળાની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી, આ સાથે માળીયા(મી) પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લેવામાં આવેલ સીએનજી રીક્ષા કિ.રૂ.૧.૫૦ લાખ તથા વિદેશી દારૂ સહિત કુલ કિ.રૂ.૧,૫૮,૨૩૨/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!