વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં શિવાય ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાના દુનાવા ગામના વતની રોશનભાઇ બસંતભાઇ ધુર્વ ઉવ.૨૩ તેની પત્નિ શીતલબેન સાથે સામાન્ય બોલાચાલી થયેલ હોય ત્યારે મૃતક રોશનભાઈએ તેની પત્નિને સામાન્ય માર મારેલ જેથી તેની પત્નિ રિસાઇને સુઇ ગઈ હતી, જે બાબતનું મૃતકને મનમાં લાગી આવતા, રોશનભાઈએ પોતાની જાતે ગળેફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, હાલ વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે પ્રાથમિક વિગતો મેળવી અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.