કન્યાઓને કરીયાવરમાં સોના ચાંદી આભૂષણો સહિત ૧૧૧ ચીજવસ્તુઓ ભેટ અપાશે.
મોરબી: મોરબી શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા માં-બાપ વિહોણી તથા નિરાધાર દિકરીઓ માટે પ્રથમ સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્ન ફાગણ વદ-૨, ૧૬ માર્ચ ૨૦૨૫, રવિવારના રોજ યોજાશે, જેમાં ૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે.
શહેરના દલવાડી સર્કલ નજીક પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીના ગ્રાઉન્ડમાં યોજાનાર આ સમૂહલગ્નમાં દિકરીઓને દાતાઓના સહયોગથી કરીયાવરમાં સોના-ચાંદીના આભૂષણો તથા જીવન જરૂરિયાતની વસ્તુઓ સહિત ૧૧૧ વિવિધ ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવશે.
આ સમૂહલગ્નમાં સંતો-મહંતો, રાજકીય તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી દંપતિઓને આશીર્વાદ પાઠવશે. આ પવિત્ર કાર્યને સફળ બનાવવા ભુવા પ્રદીપભાઈ ચાવડા, ડૉ. ગણેશ નકુમ, મનસુખભાઈ સોનગ્રા તેમજ શ્રી આવાસની મેલડી યુવા ગ્રુપના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.