મોરબી તાલુકાના બરવાળા ગામે ખેતરમાં કૃષિ સાધન હલરમાં કામ કરતી વેળા અકસ્માતે તેમાં આવી જતા ખેત-શ્રમિક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબીના બરવાળા ગામે આવેલ કાનજીભાઈની વાડીમાં રહેતા મહેશભાઇ ગુમાનભાઇ ભુરેયા ઉવ-૨૦ નામનો યુવક ગઈકાલ તા-૧૪ માર્ચના સાંજના કોઇપણ સમયે વાડીમા હલરમા કામ કરતા હતા તે દરમ્યાન હલરમા આવી જતા મહેશભાઈને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને સરબર અર્થે મોરબી સરકારી હોસ્પીટલમાં લાવતા, જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે જોઈ તપાસી મહેશભાઈનું મરણ ગયા હોવાનું જાહેર કર્યું હતું, ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્થળ ઉપર આવી મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.