મોરબી શહેરમાં રાત્રી દરમિયાન હાથમાં તલવાર લઈને સીન સપાટા કરતા યુવકને બી ડિવિઝન પોલીસે પકડી લઈને તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વીસીપરા મેઈન રોડ ઉપર જાહેરમાં તલવાર લહેરાવીને નીકળેલ હર્ષરાજસિંહ ભરતસિંહ ઝાલા ઉવ.૧૯ રહે.મોરબી યમુનાનગર શેરી નં.૪ નવલખી રોડ વાળાની અટક કરવામાં આવી તેની વિરુદ્ધ જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.