મોરબી તાલુકા પોલીસ ટીમ હોળી ધુળેટી તહેવારને અનુસંધાને પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તાલુકાના રંગપર ગામ નજીક તથાસ્તુ સીરામીક સામે શંકાસ્પદ હાલતમાં નીકળેલ બ્રેઝા કાર રજી.નં. જીજે-૩૬-એજે-૭૬૭૧ વાળીને અટકાવી તેમાં ચેકીંગ હાથ ધર્યું હતું, ત્યારે બ્રેઝા કારના ચાલકની સીટ નીચે રાખેલ થેલામાંથી વિદેશી દારૂની પાંચ નંગ બોટલ કિ.રૂ.૩,૪૩૦/- મળી આવી હતી. આ સાથે તાલુકા પોલીસે આરોપી ગોવિંદભાઇ ઉર્ફે રાજુભાઇ ગોરધનભાઇ જીતીયા ઉવ.૩૦ રહે.મોરબી ઇન્દીરાનગર વાળાની અટક કરવામાં આવી હતી, ત્યારે પોલીસે વિદેશી દારૂ તથા બ્રેઝા કાર સહિત ૫,૦૩,૪૩૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.