Saturday, March 15, 2025
HomeGujaratહળવદમાં છેતરપિંડીના ગુન્હામાં પોણા બે વર્ષથી ફરાર આરોપીને SOG ટીમે મહારાષ્ટ્રથી ઝડપી...

હળવદમાં છેતરપિંડીના ગુન્હામાં પોણા બે વર્ષથી ફરાર આરોપીને SOG ટીમે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો

હળવદ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુન્હા રજીસ્ટર ન. ૦૩૮૩/૨૦૨૩ આઇ.પી.સી. કલમ-૪૦૬,૪૦૮ મુજબના ગુન્હામાં ફરયાદીની જય કિશાન ટ્રેડીંગ નામની પેઢીના નામે કુલ રૂપિયા ૬૯,૬૪,૮૬૮/- કોઇપણ રીતે વિશ્વાસધાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં આરોપી દિપક પવનકુમાર ગેહલોત મળી છેલ્લા પોણા બે વર્ષથી નાસતો ફરતો હતો જેને મહારાષ્ટ્ર મુંબઇ, ગોરઇ વિસ્તાર, મીરા ભાયદરરોડ ખાતેથી નાસતા ફરતા આરોપી મળી આવતા મોરબી એસ.ઓ.જી તેની અટકાયત કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર રાજકોટ વિભાગ તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જિલ્લાએ મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી વિશ્વાસધાત અને છેતરપીંડીના ગુન્હામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના આપી હતી. જેથી એન.આર.મકવાણા પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફના એ.એસ.આઇ. ફારૂકભાઇ યાકુબભાઇ પટેલને ખાનગી રાહે બાતમી મળી કે હળવદ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન. ૦૩૮૩/૨૦૨૩ આઇ.પી.સી. કલમ-૪૦૬,૪૦૮ મુજબના ગુન્હામાં ફરયાદીની જય કિશાન ટ્રેડીંગ નામની પેઢીના નામે કુલ રૂપિયા ૬૯,૬૪,૮૬૮/- કોઇપણ રીતે વિશ્વાસધાત કરી અગાઉ પકડાયેલ આરોપીએ તેમજ નાસતા ફરતા આરોપીએ મળી ગુન્હો આચરેલ હતો. જેમાં નાસતા ફરતા આરોપી પવનભાઈ ગેહલોત રહે. થાણે મુંબઈ વાળો હાલમાં મુંબઇમાં ગોરઇ વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે મહારાષ્ટ્ર મુંબઇ, ગોરઇ વિસ્તાર, મીરા ભાયદરરોડ ખાતે નાસતા ફરતા આરોપીની તપાસ કરતા નાશતો ફરતો આરોપી દિપક પવનકુમાર ગેહલોત મળી આવતા તેની પુછપરછ કરતા આ ગુન્હામાં છેલ્લા પોણા બે વર્ષથી નાસતો ફરતો હતો. અને હાજર થયેલ ન હોવાની કબુલાત આપી હતી. જેથી આરોપીને ગોરઇ વિસ્તાર, મીરા ભાયદર રોડ ખાતેથી હળવદ પોલીસ સ્ટેશન ખાતે લાવી હળવદ એ પાર્ટ ગુ.ર.ન. ૦૩૮૩/૨૦૨૩ આઇ.પી.સી. કલમ-૪૦૬,૪૦૮ મુજબના ગુન્હાના કામે હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યો હતો. આરોપી અગાઉ મહારાષ્ટ્ર મુંબઇ ખાતે મીરા-ભાઇદર જીલ્લાના અચોલે પોlis સ્ટેશનના ગુ.ર.નં.૦૩૮૩/૨૦૨૪ બી.એન.એસ.ની કલમ ૩૧૯(૨),૩૧૮(૪), ૩(૫) મુજબના ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરના ગુન્હામાં પકડાયેલ અને લાંબો સમય જેલમાં રહ્યો હતો તેવી કબૂલાત પણ આપી હતી.

જેમાં એન.આર. મકવાણા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી, એ.એસ.આઇ ફારૂકભાઇ પટેલ, મદારસિંહ માલુભા મોરી, પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઇ કરશનભાઇ ખાંભલીયા વિગેરે કામગીરીમાં જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!