મોરબી જિલ્લાના માળીયા મીયાણા પોલીસ સ્ટેશન અને હળવદ પોલીસ સ્ટેશનના ગૌવંશ કતલના ગુન્હામાં સંડોવાયેલ પાંચ આરોપીને પાસા હેઠળ ડીટેઇન કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લા પોલીસે પાંચ આરોપી વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા પાંચેય આરોપીને અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીની સૂચના મુજબ મોરબી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડયા, માળીયા (મિં) પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી.ગોહીલ, હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસે માળીયા મિંયાણા/હળવદ પોલીસ સ્ટેશનના ગૌવંશ કતલના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓની પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલી હતી. જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી કે.બી.ઝવેરીએ ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓના પાસા વોરંટ ઇશ્યુ કર્યા હતા. જે પાંચેય આરોપીઓની તાત્કાલિક અટકાયત કરવા માટે આર.સી.ગોહીલ પોલીસ ઇન્સ્પેકટર માળીયા (મિં) પોલીસ સ્ટેશને સુચના કરી હતી. જેઓના માર્ગદર્શન હેઠળ ડી.કે.જાડેજા પોલીસ સબ ઇન્સ માળીયા (મિં) પોલીસ સ્ટેશન તથા સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી પાંચેય આરોપીની આજરોજ તા.૧૫/૦૩/૨૦૨૫ ના રોજ પાસા એકટ હેઠળ ડીટેઈન કરી અલગ-અલગ જેલોમાં મોકલી આપેલ છે. જેમાં સાઉદીન ઓસમાણભાઈ કાજેડીયાને લાજપોર મધ્યસ્થ જેલ સુરત, રમજાનભાઈ ફારુકભાઈ જામને મધ્યસ્થ જેલ વડોદરા, અલાઉદિનભાઈ મુસભાઈ જામને જિલ્લા જેલ ભાવનગર, આમીનભાઈ રહીમભાઈ જામને મધ્યસ્થ જેલ અમદાવાદ અને અબ્બાસભાઈ મુસાભાઇ મોવરની જિલ્લા જેલ જૂનાગઢ ખાતે મોકલી આપ્યા છે.
આ કામગીરી એલસીબી પીઆઈ એમ.પી.પંડયા, માળીયા (મિં) પોલીસ સ્ટેશન પીઆઈ આર.સી.ગોહીલ, હળવદ પોલીસ સ્ટેશન પીઆઈ આર.ટી.વ્યાસ, પીએસઆઈ ડી.કે.જાડેજા, માળીયા (મિં) સર્વેલન્સ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.