મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ દ્વારા મળેલ બાતમીને આધારે માળીયા(મી) તાલુકાના વવાણીયા ગામે ભાડેના મકાનમાં રેઇડ કરી ઈંગ્લીશ દારૂની નાની-મોટી ૨૩૨ નંગ બોટલ કિ.રૂ.૧.૨૮ લાખ તથા એકટીવા મોપેડ સહિતનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે વવાણીયા ગામનો આરોપી શખ્સ રેઇડ દરમિયાન હાજર નહીં મળી આવતા તેની સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમના ઈશ્વરભાઈ કલોતરા, ચંદુભાઇ કણોતરા ભરતભાઇ જીલરીયા તથા PC ભગીરથસિંહ ઝાલાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, વવાણીયા ગામે રહેતો સાગર ઉર્ફે ઠૂંઠો રામૈયાભાઇ સવસેટાએ વવાણીયા ગામમાં હાઇસ્કુલની સામે કોળીવાસમાં આવેલ લાલાભાઇ હીરાભાઇ વિરડાનું મકાન ભાડેથી રાખેલ છે અને તે મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા રાખેલ હોય અને તે પોતાના એક્ટીવા મોટર સાયકલમાં દારૂની બોટલો રાખી વેચાણ કરે છે, જે મુજબની હકીકત મળ્યે તુરંત એલસીબી પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ભાડેના મકાનમાં રેઇડ કરી હતી, ત્યારે મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૨૩૨ બોટલ કિ.રૂ.૧.૨૮ લાખ મળી આવી હતી તેમજ વિદેશી દારૂના વેચાણ માટે ઉપયોગમાં લેવાતું એકટીવા મોપેડ રજી.નં. જીજે-૩૬-એમ-૬૩૫૬ કિ.રૂ.૨૦ હજાર એમ કુલ રૂ. ૧,૪૮,૪૭૨/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો, હાલ એલસીબી પોલીસ ટીમે વિદેશી દારૂ સહિત સમગ્ર મુદ્દામાલ કબ્જે લઈ આરોપી સાગર ઉર્ફે ઠૂંઠો રામૈયાભાઇ સવસેટા રહે.વવાણીયા ગામ તા.માળીયા(મી) વાળો કે જે ટેઇડ દારીમિયસન હાજર નહીં મળી આવતા તેની વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો નોંધાવી, આરોપીને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.