વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં મકાનમાં કલર કામ બાદ પનીતજી સફાઈ ચાલતી હોય તે દરમિયાન શેરીમાં પાણી ઢોળવા બાબતે તેમજ મકાન પાસે પાણી ન આવવું જોય તેમ કહી આસિફરજા શકિરહુસેન શેખને માર માર્યા અંગે એક મહિલા સહિત ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હોય જે બાદ આ કેસમાં એક મહિલા સહિત ચાર સામે વળતી ફરિયાદ નોંધાતા વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેર ભાટીયા સોસાયટી ત્રણ માળીયામાં રહેતા મોહશીનભાઇ હબીબભાઇ જાફરાણી ઉવ.૩૪ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી તબશુનબાનુ શાકિરહુશેન શેખ, શાકિરહુશેન અબ્દુલભાઇ શેખ, આસિફરજા શાકિરહુશેન શેખ તથા તહેશીલરજા શાકિરહુસેન શેખ રહે.બધા ભાટીયા સોસાયટી વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૧૩/૦૩ના રોજ ફરીયાદીના મમ્મીને તેની બાજુના મકાનવાળા આરોપી તબશુનબાનુ ગાળો આપતા હતા, જેથી ફરીયાદી મોહશીનભાઈ તેઓને સમજાવવા જતા ઉપરોક્ત તમામ આરોપીઓએ ફરિયાદીને પકડી રાખી કારમાંથી પ્લાસ્ટિકના ધોકા, ઘરમાંથી સ્ટીલના પાઇપ લઈને આવી માર મારેલ અને ફરિયાદીને ડાબા હાથની આંગળીમા તથા શરીરે ઇજા પહોંચાડી હતી, ત્યારબાદ ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી હોવાની વળતી ફરિયાદ નોંધાવી હતી, હાલ વાંકાનેર પોલીસે ઉપરોક્ત ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.