મોરબીમાં પોલિસીંગ ટુલ્સ ડિપાર્ટમેન્ટની મિટિંગ યોજાઇ હતી. જેમાં અનેક મુદ્દાઓને લઇને ચર્ચા વિચારણા કરવામાં હતી. તેમજ હાલ મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે.તેથી માંગ કરતા ખૂબ વધુ ઉત્પાદન થતું હોવાના કારણે વેચાણ થતું નથી. અને યોગ્ય માર્કેટ ન મળવાને કારણે ઉદ્યોગો મંદીના માહોલનો સામનો કરી રહ્યા છે. ત્યારે સમયસર પેમેન્ટ પણ થતાં નથી. જેથી કરીને સિરામિક સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા કારખાનારોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં મોરબીમાં પોલિસીંગ ટુલ્સ ડિપાર્ટમેન્ટની મિટિંગ મળી હતી. જેમાં 1 એપ્રિલથી 90 દિવસથી વધુ પેમેન્ટ ક્રેડિટ અપાશે નહીં તેવો નિર્ણય લેવામાં આવેલ છે.
મોરબીના સિરામિક ઉદ્યોગકારોને જુદા જુદા મટિરિયલ સપ્લાય કરતા સપ્લાયરોની મીટીંગ યોજાઇ હતી અને જેમાં સપ્લાયરોનું એસોસિએશન બનાવવા માટેની ગતિવિધિ ચાલી રહી છે. તેવામાં આજે રો-મટીરીયલના પોલિસીંગ ટુલ્સ ડિપાર્ટમેન્ટની મીટીંગ મળી હતી જેમાં એબ્રેસિવ, સ્કોરિંગ વિલ, નેનો પેડ વિગેરે સપ્લાય કરતા 40 થી વધુ સપ્લાયરો ભેગા થયા હતા અને બધાએ રો-મટીરીયલ એસોસિએશનમાં જોડાવા માટેની તૈયારી બતાવી હતી..ત્યારે મિટિંગમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી જેમકે ઓવર ક્રેડિટ બંધ કરવું, પેમેન્ટ દેવાના સમયે સપ્લાયર ચેન્જ કરીને કારખાનેદારો દ્વારા માલ લેવો, ખાસ કરીને હાલમાં 240 થી 400 દિવસથી પણ વધારે જે ફેક્ટરીએ પેમેન્ટ કલેક્શન બાકી રાખ્યું છે તે ફેક્ટરીઓ પર કઈ રીતે સપ્લાયર્સના પેમેન્ટનું કલેક્શન કઢાવવું વિગેરે બાબતની ચર્ચા કરવામાં આવી હતી. આ મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, “આગામી 1 એપ્રિલ થી માત્ર 90 દિવસ જ સપ્લાય 90 દિવસની પેમેન્ટ ક્રેડિટ આપશે. તેનાથી વધુ પેમેન્ટ ક્રેડિટ કોઈ ઉદ્યોગકારોને આપવામાં આવશે નહીં જે નિર્ણય ઉપર દરેક ઉદ્યોગકારો સહમત થયા હતા.