મોરબી એલસીબી તાંતજ પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા આરોપીને કચ્છ જીલ્લાના ભચાઉમાંથી ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે આરોપીને હસ્તગત કરી આહાલની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમના જયેશભાઈ વાઘેલા અને બ્રિજેશભાઈ કાસુંદ્રાને માહિતી મળી કે વર્ષ ૨૦૧૩માં મોરબી સીટી એ ડિવિઝનમાં નોંધાયેલ છેતરપિંડી વિશ્વાસઘાતના ગુનાનો છેલ્લા ૧૨ વર્ષથી નાસતો ફરતો આરોપી મહેશકુમાર રાજપુત ઉત્તરપ્રદેશ વાળો હાલમાં કચ્છ જીલ્લાના ભચાઉ વિસ્તારમાં નાની ચિરઈ ગામ નજીક ક્રિષ્ના આય માતા હોટલ પાસે છે. જેથી મળેલી માહિતીના આધારે એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા, આરોપી મહેશકુમારસિંહ અંજનીસિંહ રાજપુત ઉવ.૩૩ રહે.લોહર પશ્વિમ તા.જી.સુલતાનપુર (ઉતરપ્રદેશ) વાળો મળી આવતા તેને હસ્તગત કરી મોરબી એ ડિવિઝન પોલીસ મથક હવાલે કરવામાં આવ્યો છે.