મોરબી-૨:મહેન્દ્રનગર નજીક ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે યુવક પકડાયો.મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર બા ની વાડી નજીક બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકની થેલી લઈને ઉભેલા એક શખ્સને રોકી થેલીમાં તલાસી લેતા તેમાંથી રોયલ સ્ટગ વ્હિસ્કીની ૨ બોટલ કિ.રૂ.૧,૩૪૬/-મળી આવતા તુરંત આરોપી અજયભાઈ મનુભાઈ ડોડીયા ઉવ.૨૫ હાલ રહે.આનંદ એપાર્ટમેન્ટ પાસે મહેન્દ્રનગર ગામ મોરબી મૂળ રહે. દિગસર ગામ જી.સુ.નગરવાળા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.