માળીયા(મી) તાલુકાના સુલતાનપુર(વિશાલનગર) ગામે ખેતરમાં ઉતારેલ જીરાના પાકમાંથી આશરે બે મણ જેટલું જીરું સળગાવી નાખનાર વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
માળીયા(મી)ના સુલતાનપુર(વિદ્યાલનગર) ગામે રહેતા રતીલાલભાઈ નરશીભાઈ દસાડીયા ઉવ.૫૨એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી જયસુખભાઈ જયંતીભાઈ સીસણોદા રહે.સુલતાનપુર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલે તા.૧૭/૦૩ના રોજ સુલતાનપુર ગામની સીમમાં આવેલ વરૂરડી માતાજીના મંદિર પાસે આવેલ ખેતરે આરોપી જયસુખભાઈએ ફરીયાદીના ખેતરમાં જીરાનો પાક ઉતારી સેરા નાની ઢગલી કરેલ હોય જે સેરામાંથી આશરે આઠ સેરા આશરે બે મણ જીરૂ કિં રૂ ૮,૦૦૦/- પાકને નુકશાન કરવાના ઇરાદે સળગાવી દીધેલ હોય, હાલ ખેતર માલીક રતિલાલભાઈની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની અટક કરવા સહિતની કામગીરી શરૂ કરી છે.