મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જુના ઘુંટુ રોડ ઉપર આકૃતિ સીરામીક પાસે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાઓ એક ચીઠ્ઠીમાં લખી નસીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી સાહિલભાઈ ઇશાભાઈ પલેજા ઉવ.૩૬ રહે.મોરબી માળીયા ફાટક પાસે વાળાની અટક કરવામાં આવી છે, આ સાથે આરોપી પાસેથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા ૬૦૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ જુગસરધાર હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.