વાંકાનેરના માટેલ ગામે ખોડિયાર ચેમ્બરમાં ખુલ્લામાં પાર્ક કરેલ કિશોરભાઇ પિતામ્બરભાઇ ચૌહાણ ઉવ.૩૮ રહે.પંચાસીયા તા.વાંકાનેર વાળાનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૦૩-એએફ-૨૦૦૫ વાળું બાઇક કોઈ અજાણ્યા વાહન ચોર દ્વારા ચોરી કરીને લઈ ગયો હોય, ત્યારે બાઇકની આજુબાજુમાં તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી કિશોરભાઈએ બાઇક ચોરીની પ્રથમ ઈ-એફઆઈઆર બાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવતા, પોલીસે બાઇક ચોર સજન્ય આરોપી સામે ગુનો દાખલ કરી શોધખોળ શરૂ કરી છે.