મોરબી ગૌરક્ષક ટીમને ખાનગી રીતે બાતમી મળી કે કચ્છમાંથી અમદાવાદ ખાતે કતલખાને લઇ જવાના ઇરાદે પશુ ભરીને અલગ અલગ પાંચ બોલેરો પીકપમાં મોટા પ્રમાણમાં પશુઓની તસ્કરી કરી રહી છે. જે બાતમીના આધારે માળીયા આસપાસ વોચ ગોઠવી ગાડીઓ આવતા તેને અટકાવી તપાસ કરતા ભેંસ તેમજ પાડા ક્રૂરતા પૂર્વક પાંચ બોલેરો પિકઅપમાં બાંધેલ 19 જીવોને બચાવી ખાખરેચી પાંજરાપોળ ખાતે રાખી 8 આરોપી વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મોરબી ગૌરક્ષક ટીમને ખાનગી રીતે બાતમી મળી કે કચ્છમાંથી કતલ લઈ જવાના ઇરાદે પશુ ભરીને અલગ અલગ પાંચ બોલેરો પીકપમાં મોટા પ્રમાણમાં પશુઓની તસ્કરી કરી અમદાવાદ કતલખાને લઈ જવામાં આવી રહયા છે. જે બાતમીના આધારે મોરબી ગૌરક્ષક અને રાજકોટ ગૌરક્ષકની ટીમ દ્વારા માળીયા આસપાસ વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી મુજબ ગાડીઓ નીકળતા ઉભી રાખીને ચેક કરતા અંદર ક્રૂરતા પૂર્વક ભેસ તેમજ મોટા પાડા જીવ નંગ ૧૯ને કોઈપણ પ્રકારના પાસ પરમિટ કે ઘાસચારાની વ્યવસ્થા વગર ટૂંકા દોરડાથી બાંધીને અમદાવાદ કતલખાને લઈ જવાતા હતાં. જેથી માળિયા પોલીસને બોલાવી તમામ બોલેરો પીકપ ગાડી નં. GJ-12-CT-9186, GJ-12-CT-5640, GJ-12-BZ-4558, GJ-12-BZ-9986 અને GJ-12-BX-8525 પકડી કાયદેસર કાર્યવાહી કરી તમામ જીવોને સુરક્ષિત બચાવીને ખાખરેચી પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા હતા. આ તમામ જીવોને બચાવવામાં મોરબી ગૌરક્ષક ટીમ, રાજકોટ ગૌરક્ષક ટીમ, ચોટીલા ગૌરક્ષક ટીમ તેમજ લીમડી ગૌરક્ષક ટીમ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. જે તમામ ૮ આરોપીને માળિયા પોલીસે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેની માળીયા પોલીસ સ્ટેશન ખાતે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને હિન્દુ યુવા વાહિની દ્વારા પોલીસ મથકે ફરિયાદી નોંધાવવામાં આવી છે.