મોરબીના હળવદ પંથકમાં માર્ચ એન્ડીગ હોવાથી GST ની ટીમ દ્વારા ચેકીંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે. GST ની ટીમ ઓડિટ માટે આવી હોવાની માહિતી સામે આવી રહીં છે. ત્યારે GST ની ટીમ ચેકીંગ માટે આવતા હળવદ પંથકમાં મોબાઇલની દુકાનો ટપોટપ બંધ થઇ જવા પામી હતી.
જીએસટીની ટીમ દ્વારા ફરી એક વખત મોરબી જિલ્લામાં ત્રાટકતા વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે. આજરોજ મોરબી હળવદમાં GST ટીમ ત્રાટકી હતી. GST ટીમ ઓડિટ માટે આવી હોવાની માહિતી સામે આવી રહી છે.માર્ચ એન્ડીગ હોવાથી ફરી એક વખત ચેકીંગની કામગીરી હાથ ધરાઈ છે.ત્યારે GST ટીમ આવ્યાની માહિતી મળતા જ મોબાઇલની દુકાનો ટપોટપ બંધ થઈ જવા પામી હતી.