સુરતમાં આવેલ એથોસ કેમિકલ્સ પ્રા.લિ, અગ્રત કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સ તેમજ એસ.આર. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સના મુખ્ય ભાગીદાર સતિષકુમાર હરેશભાઈ સુતરીયા તેમજ તેમના ભાગીદારો મેક્સિકો અને ગ્વાટેમાલાના કેટલાક ડ્રગ્સ માફિયા પ્રતિબંધિત સાયકોટ્રોપિક સબસ્ટન્સ ફેન્ટાનિલ બનાવવા માટેના પ્રીકર્સસનો જથ્થો એર કાર્ગો મારફતે મેક્સિકો તથા ગ્વાટેમાલા તથા અન્ય દેશોમાં ગેરકાયદેસર રીતે એક્ષપોર્ટ કરે છે. જે બાતમીના આધારે તપાસ કરી કંપનીના મુખ્ય આરોપીઓની ગુજરાત એ.ટી.એસ. દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયને નવેમ્બર-૨૦૨૪ માં ખાનગી રાહે બાતમી મળી કે, “સુરત ખાતે આવેલ એથોસ કેમિકલ્સ પ્રા.લિ, અગ્રત કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સ તથા એસ.આર. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સના મુખ્ય ભાગીદાર સતિષકુમાર હરેશભાઈ સુતરીયા તેમજ તેમના ભાગીદારો મેક્સિકો અને ગ્વાટેમાલાના કેટલાક ડ્રગ્સ માફિયા પ્રતિબંધિત સાયકોટ્રોપિક સબસ્ટન્સ ફેન્ટાનિલ બનાવવા માટેના પ્રીકર્સસ જે ઘણા બધા દેશોમાં પ્રતિબંધિત છે તે તથા અન્ય પ્રતિબંધિત સાયકોટ્રોપિક સબસ્ટન્સનો જથ્થો વિદેશોમાં ઘુસાડવાનું ગુનાહિત કાવતરુ રચી રહ્યા છે. જે બાતમી આધારે ઉપરી અધિકારીઓને જાણ કરી પોલીસ અધિક્ષક એ.ટી.એસ. કે.સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર વી.એન.વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર.રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.સી.વઢવાણા, એટીએસ ટીમ દ્વારા બાતમી બાબતે કાર્યવાહી કરતા સમયે જાણવા મળ્યું કે કંપનીના ભાગીદારો દ્વારા 1-Boc-4-piperidone (N-Boc-4-piperidone) અને 4-piperidone મટીરીયલ જેનો ઉપયોગ પ્રતિબંધીત ડ્રગ્સ ફેન્ટાનિલ બનાવવા માટે થાય છે. યુનાઈટેડ નેશનના International Narcotics Control Board (INCB) દ્વારા રેડ લીસ્ટમાં મુકવામાં આવ્યું છે. તેમજ ભારત સરકારના Central Bureau of Narcotics (CBN) દ્વારા International Special Surveillance List (ISSL) હેઠળ મૂકવામાં આવ્યું છે.
અન્ય બોગસ એન્ડ યુઝર સર્ટીફીકેટો અને ઇન્વોઇસો બનાવી અને મીસ ડીક્લેરેશન કરી મેક્સિકો તથા ગ્વાટેમાલા ખાતેની કંપનીઓને એર કાર્ગો મારફતે તેમજ અગ્રત કેમીકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સ કંપની દ્વારા ગ્વાટેમાલા ખાતેની કંપનીઓને એર કાર્ગો દ્વારા મોકલી દેવામાં આવ્યા છે. જે બંન્ને કંટ્રોલ્ડ સબસ્ટન્સને તા. ૨૭/૦૨/૨૦૧૮ થી ભારત સરકારે ગેઝેટમાં પ્રસિધ્ધ કરીને નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટોપીક્સ સબસ્ટન્સ એક્ટમાં સમાવેશ કર્યો છે. તેને બોગસ નામ અને ઇનવોઇસથી ભારતમાં ખરીદી કરી બોગસ બીલ બનાવી, મીસલેબલ તથા મીસડીકલેર કરી એક્ષપોર્ટ કરવાની તૈયારી કરી હતી. J&C Import કંપની ત્યાંના કુખ્યાત Sinaloa Cartel સાથે સંકળાયેલ હોવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. ત્યારે સુરત ખાતે આવેલ એસ.આર. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સ, એથોસ કેમિકલ્સ પ્રા.લિ. અને અગ્રત કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સના મુખ્ય ભાગીદાર સતિષકુમાર હરેશભાઈ સુતરીયા તેમજ એસ.આર. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સ, અગ્રત કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સના ભાગીદાર યુક્તાકુમારી આશિષકુમાર મોદીની તપાસ પણ અન્ય હકીકતો સામે આવી હતી. જેમાં બન્ને એ એકબીજા સાથે મેળાપીપણા કરી જાણકારી સાથે કસ્ટમ ડીપાર્ટમેન્ટ તથા આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ એજન્સીઓની નજરોથી છુપાવી પ્રતિબંધિત સાયકોટ્રોપિક સબસ્ટન્સ ફેન્ટાનિલ બનાવવા માટેનું પ્રીકર્સર એર કાર્ગો મારફતે મોકલી રહ્યાં હતાં, ગુન્હાહીત કાર્ય અને કાવતરા માટે તેઓએ પ્રીકર્સર કેમીકલ ખરીદવા માટે બોગસ એન્ડ યુઝર સર્ટીફીકેટો બનાવ્યા તેમજ પ્રતિબંધિત સાયકોટ્રોપિક સબસ્ટન્સ ફેન્ટાનિલ બનાવવાના ચાવીરૂપ પ્રીકર્સરોના પાર્સલો ઉપર બોગસ લેબલો લગાવી તેમજ બોગસ ઇન્વોઇસો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો છે. જેમ કે તેઓ દ્વારા 1-Boc-4-piperidone (N-Boc-4-piperidone) ને વિટામિન C તરીકે લેબલ તેમજ ઇનવોઇસ બનાવી એર કાર્ગો મારફતે મોકલી આપ્યા છે. તેમજ દેશમાં પ્રતિબંધીત હોય તેવા સાયકોટોપીક્સ કંટ્રોલ્ડ સબસ્ટન્સ 4- Anilino-N- phenethylpiperidine (ANPP) અને N- Phenethyl- 4-piperidinone (NPP) ને 1-Boc-4-piperidone ના નામે ઈન વોઇસ બનાવી ખરીદી એર કાર્ગો મારફતે મોકલવાની તૈયારી કરી હતી. જેથી તેમના વિરુધ્ધ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૨૮, ૨૯, ૩૦ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૩૬(૨), ૩૪૦(૨) તથા ૩૫૦(૧) મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.