મોરબી મહાનગર પાલિકા બનતા જ મહાનગર પાલિકા દ્વારા એક બાદ એક નોટિસ જાહેર કરવામાં આવી રહી છે. જેમાં હવે જાહેર કચરો કે ગંદકી નહિ કરવાની જાહેર નોટિસ આપવામાં આવી છે. મોરબીમાં મહાનગર પાલિકાની સુવિધા મળે કે ન મળે પરંતુ દંડ તો મહાનગર પાલિકા જેવો ભરવો જ પડશે. એટલે કે જો તમે જાહેરમાં કચરો, ગંદકી, જાહેરમાં યુરીન કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો તો અલગ અલગ દંડ ફટકારવામાં આવશે. ત્યારે હાલ મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા ૧૨/૦૩/૨૦૨૫ થી ૧૮/૦૩/૨૦૨૫ સુધીમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશકર્તા ૨૯ આસામીઓ પાસેથી રૂ. ૧૪,૬૦૦, ગંદકી કરતા ૪૩ આસામીઓ પાસેથી રૂ. ૮,૯૦૦, તેમજ ઓપન યુરીન કરવા બદલ ૧૧ આસામીઓ પાસેથી ૧૨૦૦ તેમજ જાહેરમાં કચરો સળગાવતા ૬ આસામીઓ પાસેથી રૂ. ૮૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે..
મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારના તમામ નગરજનોને જાહેર નોટિસ આપી જાહેર જગ્યાઓ કે રસ્તાઓ પર કચરો નાખવાના કારણે, રસ્તાઓ પર વાડાઓ કરી ઢોર-ઢાંખર બાંધી ઉકેરડાઓ કરવાના કારણો, ઘર વપરાશના પાણીનો જાહેર રસ્તાઓ પર કે શેરીમાં નિકાલ કરવાના કારણે, જાહેરમાં શૌચક્રિયા કે યુરીનેશન કરવાના કારણે,તેમજ પીવાના પાણીના નળ ખુલ્લા રાખવાથી પાણીના બગાડની સાથેસાથે ગંદકી કરતા લોકોને દંડ ફટકારવામાં આવશે તેવી જાહેર નોટિસ જાહેર કરાઈ હતી. જેમાં જાહેરમાં ગંદકી કરવા બદલ રૂ. પ૦/- થી રૂ. ૫૦૦/-, પાણીના વ્યય બદલ રૂ. ૧૦૦ થી રૂ. ૧૦૦૦/- જાહેરમાં શૌચક્રિયા તેમજ થુકવા બદલ રૂ. ૫૦/- થી રૂ. ૫૦૦/-, બાંધકામનો સામાન કે કાટમાળ રસ્તા પર રાખવા બદલ રૂ. ૧૦૦૦/- થી રૂ. ૧૦,૦૦૦/- તેમજ રસ્તા પર હાથલારી/કેબીન રાખી દબાણ કરવા બદલ રૂ. ૫૦૦/- થી રૂ. ૫૦૦૦/- ની રકમનો વહીવટી ચાર્જ વસુલવામાં આવશે તેવી જાહેર નોટિસ આપવામાં આવી હતી. ત્યારે મોરબી મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા. ૧૨/૦૩/૨૦૨૫ થી ૧૮/૦૩/૨૦૨૫ સુધીમાં પ્રતિબંધીત પ્લાસ્ટિક વપરાશકર્તા તેમજ ગંદકી કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશકર્તા ૨૯ આસામીઓ પાસેથી રૂ. ૧૪,૬૦૦, ગંદકી કરતા ૪૩ આસામીઓ પાસેથી રૂ. ૮,૯૦૦, તેમજ ઓપન યુરીન કરવા બદલ ૧૧ આસામીઓ પાસેથી ૧૨૦૦ તેમજ જાહેરમાં કચરો સળગાવતા ૬ આસામીઓ પાસેથી રૂ. ૮૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.