ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આજરોજથી રાજ્યવ્યાપી કાર્યક્રમ આપવામાં આવ્યા છે. જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન સ્કીમ વર્કરના વ્યાપક પ્રશ્નો અંગે ગુજરાત સરકાર સાથે તેમજ કેન્દ્રના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે બજેટ પૂર્વે મહત્વની બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી. તેમ છતાં સરકાર દ્વારા તમામ મુદ્દાઓને નજર અંદાજ કરી બજેટ રજૂ કરાતા ભારતીય મજદૂર સંધ દ્વારા આજથી સ્કીમ વર્કરના કામદારોને સરકારી કર્મચારીઓ સમાન વેતન અને સામાજિક સુરક્ષા કવચ આપવું, ઈપીએસ ૯૫, પેન્શન ઓછામાં ઓછુ ૫૦૦૦/ કરવું, ઈ પી એફ વેતન મર્યાદા રૂપિયા ૩૦,૦૦૦/ કરવાની માંગણી તેમજ ઈએસઆઇસી વેતન સીમા રૂપિયા ૪૨,૦૦૦/ કરવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
વિશ્વના સહુથી મોટા શ્રમિક સંગઠન એવા ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આજરોજથી રાજ્યવ્યાપી કાર્યક્રમ આપવામાં આવ્યા છે. જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન સ્કીમ વર્કરના વ્યાપક પ્રશ્નો અંગે ગુજરાત સરકાર સાથે બજેટ પૂર્વે મહત્વની બેઠકમાં રજૂ કરાયાં હતાં. જેમાં હકારાત્મક પ્રતિસાદ બાદ પણ એક પણ જાહેરાત કરવામાં ન આવી. તેમજ તેનાથી ઉલટું પીએમ પોષણ શકિત નિર્માણ યોજનામાં રજૂ કરેલ પ્રશ્નો ઉકેલને બદલે હજારો રસોઈયા મદદનીશ સહિતના કર્મીઓને નકારાત્મક રીતે પ્રભાવિત કરતો નિર્ણય કરી બજેટમાં સમગ્ર યોજનાને જ ખાનગી સંસ્થાઓને ૫૫૧ કરોડના ખર્ચે રસોડા બનાવીને કોન્ટ્રાક્ટ આપવાની જાહેરાત કરવાંમાં આવી છે. તેવી જ રીતે આંગણવાડીના આશા વર્કર બહેનોના પાયાના પ્રશ્નોને પણ નજર અંદાજ કરવામાં આવ્યા છે, તેમજ બીજી યોજના ભારત સરકાર પુરસ્કૃત યોજનાં હોવાથી ભારત સરકાર સાથે પણ ત્રણેય સ્કીમ વર્કર માટે કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રી સાથે બજેટ પહેલા અખિલ ભારતીય મજદૂર સંઘના આગેવાનોએ બેઠક કરી ચર્ચા કરી હતી. તેમ છતાં કોઈ જાહેરાતો ન થતા આસામના ગૌહાટી ખાતે યોજાયેલ ભારતીય મજદૂર સંઘની કેન્દ્રીય કાર્યકારિણીની બેઠકમાં નિર્ણય મુજબ તા. ૧૮/૩/૨૫ ના રોજ કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મુદ્દા તરીકે સ્કીમ વર્કરના કામદારોને સરકારી કર્મચારીઓ સમાન વેતન અને સામાજિક સુરક્ષા કવચ આપવી, ઈપીએસ ૯૫, પેન્શન ઓછામાં ઓછુ ૫૦૦૦/ કરવું, ઈ પી એફ વેતન મર્યાદા રૂપિયા ૩૦,૦૦૦/ કરવાની માંગણી તેમજ ઈએસઆઇસી વેતન સીમા રૂપિયા ૪૨,૦૦૦/ કરવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે રાજ્યના દરેક જિલ્લા મથકે આવેદન પત્ર પાઠવવા સમયે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા….