મોરબી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય ત્યારે વીસીપરા સ્મશાન સામે બાવળના ઝાડ નીચે ગંજીપત્તાના પાના વડે પૈસાની લેતી દેતી કરીને તીનપત્તીનો જુગાર રમતા કિશોરભાઈ બચુભાઇ કોળી ઉવ.૫૫ રહે.વીસીપરા ધોળેશ્વર રોડ, શનીભાઈ ચંદુભાઈ અઘારા ઉવ.૨૮ રહે.વીસીપરા કુલીનગર-૧ તથા આરોપી કરણભાઈ રમેશભાઈ અગેચણીયા ઉવ.૨૪ રહે વીસીપરા કુલીનગર-૨ મોરબી એમ ત્રણ જુગારીને ઝડપી લેવામાં આવ્યા છે, પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૩,૩૮૦/-જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.