ટંકારા : આર્યસમાજ ટંકારાની યુવા પાંખ આર્યવીર દળ- ટંકારા દ્વારા આગામી તારીખ 23 માર્ચ શહીદ દિને દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપી ક્રાંતિની જ્યોત પ્રજ્વલિત કરનાર ભગતસિંહ સુખદેવ રાજગુરુ શહિતના નરબંકાની અમરગાથા સાથે રવિવારે રાત્રે 8 કલાકે અમર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ટંકારામાં મશાલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ મશાલ રેલી 23 માર્ચે 8 કલાકે ટંકારાના આર્યનગર ખાતેના ધીરુભાઈ ભીમાણી કાપડવાળાના ઘરેથી પ્રસ્થાન થશે. ધરમભક્તિ સોસાયટી થી મહર્ષિ દયાનંદ હોસ્પિટલ, નીરવ ડેરી, નાશા સ્કૂલ, લક્ષ્મીનારાયણ-2 ભરવાડ વાસ, દયાનંદ ચોક, ઘેટીયાવાસ, ઉગમણા નાકા, લીમડા ચોક, ગાયત્રીનગર, રૂપાવટી, દેવીપૂજક વાસ રોડ, સરકારી દવાખાના વાળો રોડ, નંદલાલ પરમારની શેરી, મઠવાડી શેરી થઈને આર્ય સમાજ ત્રણ હાટડી શેરીમાં મશાલ રેલી પુર્ણ થશે.