મોરબી જિલ્લાના અસામાજીક તત્વો સામે જિલ્લા પોલીસે લાલ આંખ કરી છે.જેના ભાગરૂપે અસામાજીક તત્વોના ગેર કાયદેસર વીજ જોડાણ બાબતે વીજ વિભાગને સાથે રાખીને ચેકીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ, હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ અને ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તાર ચાર મળી કુલ ૧૦ જગ્યાએ ગેર કાયદેસર વીજ જોડાણ બાબતે કાર્યવાહી કરી રૂ. ૧૨,૦૫,૦૦૦ નો દંડ ની નોટિસ ફટકારવામાં આવી હતી.
આજરોજ મોરબી જિલ્લામાં અસામાજિક તત્વો સામે ઉપાડેલ કાયદાકીય પગલાના ભાગ રૂપે આજરોજ વિજ વિભાગને સાથે રાખીને અલગ અલગ કુલ ૧૦ જગ્યાએ ગેરકાયદેસર વિજ જોડાણ દૂર કરવાની કાર્યવાહિ કરવામાં આવી હતી. જેમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ ત્રણ વિજ જોડાણ દૂર કરી રૂ. ૩,૦૦,૦૦૦/- જેટલા દંડની વિજ વિભાગ દ્રારા નોટિસ આપવામાં આવી, હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૩ ગેરકાયદેસર વિજ જોડાણ દૂર કરી રૂ. ૭,૫૫,૦૦૦/- જેટલા દંડની વિજ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી તેમજ ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર વિજ જોડાણ અંગેની કુલ ૪ એફ.આઇ.આર. દાખલ કરાવી સલંગ્ન પી.જી.વી.સી.એલ પોલીસ સ્ટેશન તરફ તજવીજ હાથ ધરી રૂપીયા ૧,૫૦,૦૦૦/-જેટલો દંડની નોટીસ આપવામાં આવી હતી. આમ, મોરબી જિલ્લામાં કુલ ૧૦ જગ્યાએ ગેરકાયદેસર વિજ જોડાણ બાબતે કાર્યવાહી કરી કુલ રૂપીયા ૧૨,૦૫,૦૦૦/- જેટલા દંડની નોટિસ વીજ વિભાગ દ્વારા ફટકારવામાં આવી છે. તેમજ જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ દુર કરવા માટે કુલ બે જગ્યાની ઓળખ કરી રેવન્યુ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે.