મોરબીમાં ર્ડો.પાર્થ વ્યાસ દ્વારા સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી તેમજ માળીયા વનાળીયામાં નિઃશુલ્ક એકદિવસીય આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ૯૮ જેટલા દર્દીઓએ આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો.
મોરબીના વાવડી રોડ સુમતીનાથ સોસાયટીની બાજુમાં ગુજરાત હોસ્પિટલના ર્ડો.પાર્થભાઈ બીપીનભાઈ વ્યાસ દ્વારા ગરીબ દર્દીઓ માટેના સેવાકીય કાર્યક્રમ અનુસંધાને સામાકાંઠા વિસ્તારમાં સો-ઓરડી તેમજ માળીયા-વનાળીયા ખાતે નિઃશુલ્ક એકદિવસીય આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કેમ્પમાં તાવ, શરદી, ઉધરસ, શરીર દુઃખાવાની વિનામૂલ્યે ૪ દિવસીય દવા આપવામાં આવી હતી, તેમજ દર્દીઓના બ્લડ પ્રેસર ચેક કરી આપવામાં આવ્યા હતા, ત્યારે આ બન્ને નિઃશુલ્ક આરોગ્ય કેમ્પમાં ૯૪ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
આ તકે સંગઠન એકતા ગ્રુપ, ગણેશકુમાર સોલંકીભાઈ, પ્રમુખ ખાનભાઈ ચાવડા, ખીમજીભાઈ, નગરપાલિકાના પૂર્વ કેશિયર ગૌતમભાઈ સોલંકી તથા ગ્રુપ સહાય મિત્રોએ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પના આયોજન બદલ ર્ડો.પાર્થભાઈ વ્યાસનો આભાર માન્યો હતો.