મોરબીની નામાંકીત નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં જોબ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નવયુગ કોલેજના કરિયર એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા આયોજિત જોબ પ્લેસમેન્ટમાં BBA, MBA સાથે જ અન્ય દસ પ્રોફેશનલ કોર્સના ફાઈનલ યરના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમને નવી ઇનિંગની શરૂઆત માટે કોલેજના સાહેબો, નવયુગ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી, કેમ્પસ ડાયરેકટર, કોલેજ પ્રિન્સીપાલ સહિતના સાહેબોએ શુભકામનાઓ પાઠવી હતી.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનાં સુપ્રીમો પી.ડી. કાંજિયાની પ્રેરણાથી નવયુગ કોલેજમાં ફાઇનલ યરના વિદ્યાર્થીઓ માટે અનેક નેશનલ તમેજ મલ્ટી નેશનલ કંપનીઓ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજવામાં આવી હતી. મોરબીની નવયુગ કોલેજમાં BBA, MBA જેવા પ્રોફેશનલ કોર્ષની સાથે કુલ દસ વિવિધ કોર્ષ ચલાવવામાં આવે છે. જેમાં ફાઇનલયરમાં ભણતાં વિદ્યાથીઓ માટે નવયુગ કોલેજના કરિયર એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા જોબ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્લેસમેન્ટ ડ્રાઈવમાં મોરબીની અનેક નેશનલ તથા મલ્ટીનેશનલ કંપનીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ થતાંની સાથે જ જોબ ઓપર્ચ્યુંનીટી પૂરી પાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવયુગ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઇ સરસાવાડીયા, કેમ્પસ ડાયરેકટર રાવલ સાહેબ, કોલેજના પ્રિન્સીપાલ વોરા સાહેબ, નિલેશ મીરાણીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી……