રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશ ને પગલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ૧૬૬ ક્રિમીનલ નુ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં ગઈકાલથી મોરબી જીલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ કટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.અને એસપી રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું.
આજે સત્તત બીજા દિવસે પણ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા હિસ્ટ્રીશીટર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં જ નવ જેટલા દારૂ અંગેના ગુના નો ઇતિહાસ ધરાવતા દિનેશ બાબુભાઈ ચૌહાણ નું ગેરકાયદેસર વીજ જોડાણ કટ કરવામાં આવ્યું હતું આ સાથે જ તેને કરેલ ગેરકાયદેસર બાંધકામ ની માપણી કરવામાં.આવી હતી અને તે બાંધકામ દૂર કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે જો નોટિસ મુજબના સમયગાળામાં દબાણ દૂર નહીં થાય તો ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે.