સાર્થક વિદ્યા મંદિરના વિદ્યાથીઓ અને શિક્ષકોએ ગાંધીનગર ખાતે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભાની મુલાકાત લીધી હતી. તેમજ મુખ્યમંત્રી, રાજ્યના સચિવો, નાણાં મંત્રી તેમજ પદાધિકારીઓની મુલાકાત લઈને વિધાનસભાની કામગીરી નિહાળી હતી.
સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. ‘વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા’ ખાતે બજેટ સત્ર ચાલુ હતું. જે દરમિયાન મુલાકાત કઈ લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના સચિવો નાણામંત્રી તેમજ અન્ય પદાધિકારીઓની બજેટ સત્ર દરમિયાન રૂબરૂ મુલાકાત લઈ વિધાનસભાની કામગીરી નિહાળી રાજ્યનું શાસન કેવી રીતે ચાલે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.