ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સુચનાથી વિકાસ સહાય IPS, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગાંધીનગર દ્રારા ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબુત થાય તેમજ લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે અસામાજિક ગુંડા તત્વો વિરૂધ્ધ ૧૦૦ કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત નિર્લિપ્ત રાય, IPS નાયબ પોલીસ મહાનિરીક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલના સીધા સુપરવિઝન હેઠળ તેમજ કે.ટી.કામરીયા, નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં મોટા પાયે અને સક્રિયપણે દારૂ-જુગાર, ખનીજ અને કેમીકલ ચોરીની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કુલ-૨૪ અસામાજિક તત્વોનું લીસ્ટ તૈયાર કરી તેઓના ગેરકાયદેસર બાંધકામ/દબાણ વિગેરે સબંધે કાર્યવાહી કરવા સ્ટેટ મોનીટરીંગ સેલની અલગ-અલગ કુલ-૧૫ ટીમોને કામ સોંપવામાં આવ્યું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા જરૂરી તપાસ કરી, સબંધિત સરકારી કચેરીઓથી માહિતી મેળવતા કુલ-૧૫ અસમાજિક તત્વોની કુલ-૧૯ ગેરકાયદેસરની મિલકત/દબાણ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, વિકાસ સહાય IPS, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા રાજ્યમાં ૧૦૦ કલાકમાં કડક શિક્ષાત્મક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત સ્ટેટ મોનીટરીંગ સેલની અલગ અલગ ૧૫ ટીમો બનાવી રાજ્યમાં મોટા પાયે દારૂ જુગાર, ખનિજ અને કેમિકલ ચોરીની અસામાજિક પ્રવુતિ સાથે સંકળાયેલ ૨૪ અસામાજીક તત્વોની લીસ્ટ તૈયાર કરી તેઓના ગેરકાયદેસર બાંધકામ / દબાણ વગેરે સબંધે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા જરૂરી તપાસ કરી સબંધિત સરકારી કચેરીઓથી માહિતી મેળવી ૧૫ જેટલા અસામાજિક તત્વોની કુલ ૧૯ ગેરકાયદેસર મિલકત દબાણ હોવાનુ સામે આવ્યું છે. જેમાં અમદાવાદ/ મહેસાણાના જાણીતો જુગારી ગિરીશ ઉર્ફે ટોમી ઊંઝા પરષોત્તમભાઈ પટેલ, ભરૂચ પ્રોહી. બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોરચંદ્ર કાયસ્થ, અમદાવાદ શહેર પ્રોહી. બુટલેગર બાબુભાઈ ગુલાબભાઈ રાઠોડ (છારા), લક્ષ્મણસિંહ ઉર્ફે ક્રિષ્ના ગુલાબસિંહ રાઠોડ (છારા), સાવન નાથુભાઈ દિદા વાલા (છારા), રાજુ ઉર્ફે ગેન્ડી રૂપચંદ ક્રિષ્ણાની, અમદાવાદ શહેર જાણીતો જુગારી ગોવિંદભાઈ ઉર્ફે ગામો ખોડીદાસભાઈ પટેલ, કચ્છ પ્રોહી. બુટલેગર અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા, પુના ભાણભાઈ ભરવાડ, સુરેન્દ્ર નગર કેમિકલ ચોરી રવિરાજભાઈ ભૂપતભાઈ પટગીર ઉર્ફે રવિરાજ કાઠી, રાજકોટ શહેર પ્રોહી. બુટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઈ થઈમ (મુસ્લિમ), સુરત શહેર પ્રોહી. બુટલેગર રામવરણ ઉર્ફે મુન્નો લંગડો, લક્ષ્મીનારાયણ, મહમદ સલીમ ઉર્ફે ફ્રૂટવાલા અનવરઅલી સૈયદ, મહમદ ફિરોજ ઉર્ફે ફ્રૂટવાલા અનવરઅલી સૈયદ અને પ્રોહી. બુટલેગર જૂનાગઢ ધીરેન અમૃતલાલ કારીયા નામનાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે રહેણાંક/કોર્મશીયલ બાંધકામ કરેલ હોવાનું તેમજ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ/દબાણ કરેલ હોવાનું સામે આવ્યું છે, તેઓનું ગેરકાયદેસર બાંધકામ/દબાણ દુર કરવા માટે મ્યુનિસિપલ કમિશ્નર, અમદાવાદ શહેર, રાજકોટ શહેર, સુરત શહેર, કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ મહેસાણા,ભરૂચ,કચ્છ, સુરેન્દ્રનગર અને જુનાગઢને આધાર-પુરાવા સાથેની દરખાસ્ત કરવામાં આવી છે. જેની નકલ સબંધિત શહેરના પોલીસ કમિશ્નર અને જિલ્લાના પોલીસ અધિક્ષકને પાઠવવામાં આવી છે. વધુમાં સ્ટેટ મોનીટરીંગ સેલની તપાસ દરમ્યાન ગીરીશ ઉર્ફે ટોમી ઉંઝા પરષોત્તમભાઈ પટેલ (જુગાર ગેમ્બલર-અમદાવાદ શહેર-મહેસાણા), અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઈ થઇમ (પ્રોહી.લીસ્ટેડ બુટલેગર-રાજકોટ શહેર), પુના ભાણાભાઈ ભરવાડ (પ્રોહી.લીસ્ટેડ બુટલેગર-કચ્છ) જિલ્લા દ્રારા પોતાના રહેણાંક મકાનો ભાડાકરાર કે પોલીસમાં કોઈ જાણ કર્યા સિવાય ભાડે આપેલા કે લીધેલ હોવાનું જણાઈ આવતાં, સબંધિત મકાનોના માલિકો વિરૂધ્ધ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવા માટે સબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત સોતાજભાઈ હરીસિંહ યાદવ (ખનીજ ચોરી-સુરેન્દ્રનગર) દ્રારા તેમના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વીજ જોડાણ કરી, વીજ ચોરી કરતાં હોવાનું સામે આવતા પી.જી.વી.સી.એલ.ની ટીમ દ્વારા વીજ કનેક્શન કપાવી, પી.જી.વી.સી.એલ. પોલીસ સ્ટેશન સુરેન્દ્રનગર ખાતે ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આમ, સ્ટેટ મોનીટરીંગ સેલ દ્રારા માત્ર ૭૨ કલાકના સમયગાળામાં રજ્યભરમાં અસામાજીક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.