Wednesday, March 19, 2025
HomeGujaratઆયુષ હોસ્પિટલે પ્રાપ્ત કરી અનોખી સફળતા, હોસ્પીટલમાં ડોકટરોએ જટિલ સર્જરી કરી ૨૪...

આયુષ હોસ્પિટલે પ્રાપ્ત કરી અનોખી સફળતા, હોસ્પીટલમાં ડોકટરોએ જટિલ સર્જરી કરી ૨૪ વર્ષીય યુવાનને આપ્યું નવજીવન

આયુષ હોસ્પિટલ દ્વારા એક અનોખી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. ડો પ્રતિક પટેલ (ન્યૂરોસર્જન) અને ડો આશિષ હડીયલ (પ્લાસ્ટિકસર્જન) દ્વારા જટિલ સર્જરીને પાર પાડવામાં આવી હતી. ધ્રાંગધ્રાના ૨૪ વર્ષીય દર્દીનુ ચાર ફેબ્રુઆરીના દિવસે અકસ્માત થતા જમણી બાજુની ખોપડીના આગળનો ભાગ તેમજ જમણી બાજુની આંખ ઉપરની બાજુનું હાડકું ઈજાગ્રસ્ત થઇ અને ભુક્કો થઇ ગયું હતું. જે વચ્ચે ઓપરેશન કરી દર્દીને ટાઇટેનિયમ ધાતુની પ્લેટથી આંખની ઉપરના હાડકાને જોડી છાપરા ના ફેકચરની જગ્યાએ ટાઇટેનિયમ ધાતુની મેસ મૂકી ડૉ. આશિષ હડિયલ દ્વારા સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે…

- Advertisement -
- Advertisement -

ધ્રાંગધ્રાના ૨૪ વર્ષ દર્દીનુ ૪ ફેબ્રુઆરીના રોજ અકસ્માત થયું હતું જેમાં તેમની જમણી બાજુની ખોપડીના આગળનો ભાગ તેમજ જમણી બાજુની આંખ ઉપરની બાજુનું હાડકું ઈજાગ્રસ્ત થઇ ભુક્કો થઈ ગયો હતું. તે દરમિયાન દર્દીને ઇમરજન્સીમાં આયુષ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરો દ્વારા તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને મગજમાં જે ખોપડીના કટકા અંદર ધસી ગયેલા જેને ઉપાડી અને ડૉ. પ્રતિક પટેલ (ન્યૂરોસર્જન) દ્વારા મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. અને દર્દીના ચહેરાના ભાગમા આંખની ઉપરના હાડકાનું [Supra Orbital Rim] ફ્રેક્ચર થઈ ઘણા બધા કટકા થઈ ગયા હોવાથી અંદર બેસી ગયા હતાં. જેનાં લીધે આંખની ઉપરના ભાગમાં ખાડો દેખાતો હતો. જે દેખાવમાં ખૂબ જ ખરાબ લાગતો હતો. બીજુ આંખનો ડોળો જે હાડકામાં હોય છે તેના છાપરામાં ફ્રેક્ચર [Orbital Roof Fracture] થતાં આંખનો ડોળો ઉપરની બાજુ ખસી જતો હતો. તેથી ઓપરેશન કરી ટાઈટેનિયમ ધાતુની પ્લેટથી આંખની ઉપરના હાડકાને જોડવામાં આવ્યું હતું. અને છાપરાના ફ્રેક્ચરની જગ્યાએ ટાઈટેનિયમ ધાતુની મેસ મુકી ડૉ. આશિષ હડીયલ (પ્લાસ્ટિકસર્જન) દ્વારા સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ દર્દીને આંખમાં કોઈ પ્રકારની ઈજા અથવા ખોટ નથી અને દર્દી સંપૂર્ણ પણે સ્વસ્થ છે. ડોકટરોએ સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડતા દર્દી અને તેમના ફેમિલી મેમ્બરો દ્વારા આયુષ હોસ્પિટલની ટીમ અને ડોક્ટરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!