ગુજરાત રાજયમાં અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા અન્વયેના ૧૦૦ કલાકના એજન્ડા અંતર્ગત રાજકોટ રેન્જ વિસ્તારમાં કરવામાં આવેલ પાંચ જિલ્લા કામગીરી કરવામાં આવી છે. જેમાં કુલ ૧૯૧૭ ઇસમોની યાદી તૈયાર કરવામાં આવી છે.જે પૈકી ૨૨૪ ઇસમોની અટકાયત કરવામાં આવી છે. તેમજ GP એક્ટ – ૧૩૫ હેઠળ ૪ કેસ કરવામાં આવ્યા છે, તેમજ ગેર કાયદેસર ખાણ ખનિજ કરતા અસામાજીક ૬ ઇમસો વિરૂદ્ધ સંકલનમાં રહી કામગીરી કરવામાં આવી, જ્યારે ૯ ઇસમોના ગેર કાયદેસર બાંધકામ ઉપર કાર્યવાહી કરવામાં આવી, ગેર કાયદેસર વીજ જોડાણ ધરાવતાં ૭૧ અસામાજીક તત્વો સામે ચેકીંગ કરી ૫૦ ઇસમોના વીજ ચેકીંગ માં ગેરરીતિ સામે આવતા વીજ કનેક્શન કાપી રૂ. ૨૫,૨૭,૪૨૧ નો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં ૮ સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. અને ૨ સામે એન.સી.દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તેમજ લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય અને સ્થાનિક પોલીસ તેમજ વહિવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થાય તે અંતર્ગત ૧૦૦ કલાકમાં કડક કાર્યવાહિ કરવાની સૂચના આપી હતી. જે અંતર્ગત રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લા વિસ્તારમાં રહેતા કુલ – ૧૯૧૭ અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદાકીય પગલા લેવાની સુચના મળતાં રાજકોટ રેન્જ વિસ્તારમાં અલગ અલગ કામગીરી કરવામાં આવી છે. જેમાં રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં અસામાજીક ગુંડા તત્વોની તૈયાર કરવામાં આવેલ યાદી માંથી કુલ-૨૨૪ ઇસમોની અટકાયત કરવામાં આવી છે. તેમજ GP Act-૧૩૫ ના ૪ કેસો કરવામાં આવ્યા છે., રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં ગેરકાયદેસર ખાણ ખનીજ કરતા અસામાજીક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરી કુલ ૬ ઇસમો વિરુધ્ધ ખાણ ખનીજ વિભાગ સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં અસામાજીક ગુંડા તત્વો દ્રારા જો કોઇ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હોય તેવા અસામાજીક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા માટે વહિવટી તંત્ર વિભાગો સાથે સંકલનમાં રહી કુલ ૯ ઇસમોના ગેરકાયદેસર બાંધકામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરાઈ, અસામાજીક ગુંડા તત્વો દ્રારા પોતાના રહેણાંક મકાનોમાં ગેરકાયદેસર વિજ જોડાણ કરી ચોરી કરવામાં આવતી હોય તેવા ઇસમો વિરુદ્ધ વિજળી વિભાગો સાથે સંકલનમાં રહી કુલ ૭૧ ઇસમોના રહેણાંક મકાન ઉપર ચેકીંગ કરી તે દરમિયાન ૫૦ ઇસમોના વિજ કનેકશનમાં ગેરરીતી ઝડપાતા તેઓના વિજ કનેકશન કાપી રૂ.૨૫,૨૭,૪૨૧/- નો દંડ ફટકારી ૮ ઇસમો વિરુધ્ધ ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યો છે. તેમજ ૨ ઇસમો વિરુધ્ધ એન.સી.દાખલ કરવામાં આવી છે. જ્યારે આ કામગીરી માટે બે દિવસની જ છે હજુ રાજકોટ રેન્જ હેઠળ આવતા જિલ્લાઓમાં કામગીરી ચાલુ રહેશે તેમ સ્પષ્ટ પોલીસે જાહેર કરી દીધું છે.