મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં બિનઅધિકૃત રહેવાસીઓને નોટિસ,બંધ મકાનો પર પણ કાર્યવાહીની તાકીદઆવાસ યોજનાના ૬૮૦ મકાનોના ફીલ્ડ સર્વેમાં ચોકવનારા તથ્યો સામે આવ્યા.
મોરબીના કામધેનું બાયપાસ રોડ, દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૬૮૦ મકાનો માટે ફીલ્ડ સર્વે હાથ ધરાયો હતો, આ સર્વે દરમિયાન બિનઅધિકૃત વસવાટ કરનારા આસામી સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ રહેણાંક મકાનમાં દુકાન ચલાવનારાઓને દુકાન બંધ કરવા તાકીદ કરવામાં આવી, અને બંધ રહેલ મકાનો પર તાત્કાલિક વસવાટ શરૂ કરવા અન્યથા કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશનર (પ્રોજેક્ટ)ના આદેશથી આવાસ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ૬૮૦ મકાનો માટે ફીલ્ડ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે દરમ્યાન બિનઅધિકૃત રીતે રહેતા આસામીઓને દુર કરવા મૂળ માલિકને નોટીસ આપીને તાકીદ કરવામાં આવી હતી. તેમજ આવાસ યોજનાના રહેણાંક મકાન/ફ્લેટમાં જે લોકો ખાદ્ય ચીજવસ્તુની દુકાન ચલાવતા હોઈ તેવા આસામીને પણ દુકાન બંધ કરવા તાકીદ કરેલ, વધુમાં જે લાભાર્થીઓએ પોતાના આવાસ બંધ રાખેલ છે તેઓ તુરંત જ આવાસનો ઉપયોગ કાયમી માટે શરૂ કરે અન્યથા તેઓ વિરૂદ્ધ નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે તેમ મોરબી મહાનગરપાલિકાના કમિશનરની યાદીમાં જણાવેલ છે.