રાજ્ય સરકારે ગેરકાયદે બાંધકામ સામે સખત કાર્યવાહી કરતા જુદી-જુદી જગ્યાએ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી છે. મોરબી, અમદાવાદ, ભાવનગર, જામનગરના સહિતના અનેક શહેરમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રના સૌથી મોટા બુટલેગર જેના વિરુદ્ધ ૫૫ થી વધુ ગુના નોંધાયેલા છે. તે બુટલેગર ધીરેન કારિયાની ગેરકાયદેસર ફેક્ટરીનું ડિમોલીશન કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારે ગેરકાયદે બાંધકામ કરીને નિયમોના લીરા ઉડતા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે અને મોટા પાયે યુદ્ધના ધોરણે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઇ છે. અત્રે ઉલ્લેનીય છે કે SMC ટીમ દ્વારા ગુજરાત ભરના ૧૫ જેટલા અસમાજિક તત્વોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ધીરેન કારિયાનું નામ પણ શામેલ હતું. ત્યારે ૧૫ અસમાજિક તત્વોની ગેરકાયદે મિલ્કતો તોડી પાડવા માટે SMC ની વિવિધ ટીમો અલગ અલગ જિલ્લાઓમાં કામે લાગી છે અને સ્થાનિક તંત્રને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.