૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિવસ નિમીતે તાલુકા હેલ્થ ઓફિસ માળિયા મી. ખાતે ઉજવણી કરવામાં આવેલ.
આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.બાવરવા સાહેબે જણાવ્યું હતું કે માનવીય અભિગમ દાખવી સરકારે લોકોની આરોગ્ય સુખાકારી માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં ટીબી અંતર્ગત ક્વોલિટી યુક્ત નિદાન તથા સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે, ટીબીના દર્દીઓની સરકાર દ્વારા સામૂહિક ચિંતા કરી તેમને નિક્ષય પોષણ યોજના અંતર્ગત મળતી રકમ માં વધારો કર્યો છે. સાથે સાથે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત લોકલ દાતાશ્રી દ્વારા ટીબીના જરૂરિયાત મંદ દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે ન્યુટ્રિશિયન કીટ આપવામાં આવે છે,
સરકારશ્રીએ ટીબી મુક્ત ભારત બનાવવા નું જે લક્ષ્ય નિર્ધારિત કરેલ છે તે દિશામાં મોરબી સતત આગળ વધી રહ્યું છે. જેમાં મોરબી જિલ્લાના માળિયા તાલુકા માં વર્ષ ૨૦૨૪ માં કુલ ૪૬ ગ્રામ પંચાયત માંથી ૨૦ પંચાયત ધારા ધોરણ મુજબ વેરીફીકેશન થયા બાદ ટીબી મુક્ત જાહેર થયેલ છે.જાહેર થયેલ ટીબી મુક્ત પંચાયત ના સરપંચશ્રી ને આ કાર્યક્રમમાં આમંત્રિત કરી તેઓને સરકારશ્રી દ્વારા નિર્ધારિત થયેલ ગાંઘીજીની પ્રતિમા તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ.
આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.બાવરવા સાહેબ, મેડિકલ ઓફિસર ડો. અક્ષય સુરાણી, ડો નિમેષ રંગપરિયા STS શ્રી ભરતસિંહ ઝાલા તેમજ તાલુકાહેલ્થ સુપર વાઈઝર મુકેશ પરમાર સહિત સમગ્ર અધિકારીશ્રી/કર્મચારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા..